નવી દિલ્હી: કોરોના મહામારી (Corona virus) ના કારણે દુનિયામાં મોટાભાગના કાર્યક્રમ વર્ચ્યુઅલ સ્તરે આયોજિત થઈ રહ્યા છે. પરંતુ આ સાથે જ એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે કે જેમાં મોટી મોટી હસ્તીઓ કેમેરા સામે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી છે. આવો જ એક મામલો આર્જેન્ટિના(Argentina) માં જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂરિસ્ટે લખ્યો નેગેટિવ રિવ્યૂ, રિસોર્ટે કરી દીધો કેસ


વાત જાણે એમ છે કે આર્જેન્ટિનાના એક સાંસદ જુઆન એમિલિયો ઓનલાઈન સંસદ ડિબેટ દરમિયાન પોતાની પ્રેમિકાના પ્રાઈવેટ પાર્ટને ચૂમતા જોવા મળ્યા. આ ઘટનાને લોકોએ સરકારના યુટ્યૂબ ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટમાં તો જોઈ જ પરંતુ સાથે સાથે વર્ચ્યુઅલ ડિબેટ દરમિયાન સંસદની સ્ક્રિન ઉપર પણ લાઈવ ટેલિકાસ્ટ થઈ ગયું હતું. 


ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ પર લાગ્યો વિચિત્ર 'આરોપ', US પ્રવાસ વિવાદમાં સપડાયો


ધ ગાર્જિયનના એક રિપોર્ટ મુજબ આ ઘટના બાદ સાંસદ જુઆને સ્પષ્ટતા કરી પરંતુ હોબાળો મચ્યા બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું. આર્જેન્ટિના કોંગ્રેસના નીચલા ગૃહે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ ઘટના બદલ સંબંધિત સાંસદનું રાજીનામું માંગી લેવાયું છે. એવું પણ કહેવાયું છે કે અમે આવી બેજવાબદારભરી હરકતને સ્વીકારી શકીએ નહીં. 


UNમાં શી જિનપિંગના 5 સૌથી મોટા જુઠ્ઠાણા, કોણ કરશે ચીન પર વિશ્વાસ?


જો કે હાલ નીચલા ગૃહના અધ્યક્ષ સર્જિયો મસ્સા દ્વારા આદેશ અપાયા બાદ તેમણે ગુરુવારે રાજીનામું આપી દેવું પડ્યું. અધ્યક્ષે કહ્યું કે સત્ર દરમિયાન સાંસદ પાસેથી આ પ્રકારના વ્યવહારની અપેક્ષા ન હોય. આવા વ્યવહારથી સદન શરમજનક સ્થિતિમાં મૂકાયું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube